Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

મીડિયાકર્મીઓ પર ગુસ્સે થયા રિશી કપૂર

મુંબઈ: ૨૭ વર્ષના ગેપ પછી અમિતાભ બચ્ચન  અને ઋષિકપૂર કોઈ ફિલ્મમાં સાથે આવે એ ઘટના સ્વાભાવિક રીતે નાની સૂની નથી. ૧૦૨ નોટ આઉટ માટે એકધારી પ્રમોશનલ ઈવેન્ટનું  આયોજન થયું હતું જેમાંની એકમાં પત્રકારનો સવાલ સાંભળી ઋષિ કપૂરે પિત્તો ગુમાવ્યો હતો. પોતાની વિચિત્ર ઓનલાઈન  વર્તણૂક માટે ઋષિ કપૂર આમ પણ જાણીતો છે. વાતવાતમાં  એ મગજ ગુમાવે છે. ઋષિ કપૂરે પત્રકારોને સંબોધતાં કહ્યું કે  સીનિયર બચ્ચન  સાથે કામ કરવાનો અનુભવ  કેવો રહ્યો જેવા એકના એક પ્રશ્નનો ઉત્તર આપીને એ થાકી ગયો છે પ્રત્યેક મીડિયાકર્મીના એકના એક પ્રશ્નનો ઉત્તર આપવાની એનામાં હવે તાકાત નથી. હવે એ ધીરજ ગુમાવે છે અને  એનો ઈન્ટરવ્યુ લેનારને એ ઢીબી નાંખશે. એણે કહ્યું કે એ બીજા સાથે વાત કરતો હોય ત્યારે  એને કોઈ ખલેલ પહોંચાડશે તો પણ એને વધુ વાતચીત કરવામાં રસ નહીં રહે.
 

(4:57 pm IST)