Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

એનિમેટેડ ફિલ્મ છોટા ભીમ હવે ચીન થશે રિલીઝ

મુંબઇ: લાખ્ખો ભારતીય બાળકોને આનંદ કરાવનારી એનિમેટેડ ફિલ્મ છોટા ભીમ હવે ચીન તરફ જઇ રહ્યો હોવાની માહિતી મળી હતી.ઔછોટા ભીમ સિરિઝના સર્જક રાજીવ ચિલકાએ કહ્યું કે અમારું મુખ્ય ટાર્ગેટ તો ભારતીય બાળકો જ છે પરંતુ ટોચના અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાને ચીનમાં નવું માર્કેટ બોલિવૂડ માટે ખોલી આપતાં અમને પણ ચીનમાં છોટા ભીમ રજૂ કરવાની ઇચ્છા જાગી. અમે ચીનમાં આ ફિલ્મ ચીની સબ-ટાઇટલ્સ સાથે રજૂ કરવાનાં છીએ. છોટા ભીમના સર્જનને દસ વર્ષ થયાં. રાજીવ ચિલકાના કહેવા મુજબ આપણે ત્યાં પણ ઇન્ટરનેશનલ લેવલની વીએફએક્સ (સ્પેશિયલ ઇફેક્ટ્સ ) થાય છે. 'છોટા ભીમ માટે અમે ૨૦૦ એક્સપર્ટસની મદદ લીધી હતી. લેટેસ્ટ ટેક્નોલોજી અને લાઇટિંગ્સ વગેરેનો ઉપયોગ કર્યો હતો જેથી બાળકોને વધુ ને વધુ મનોરંજન આપી શકીએ. સાથોસાથ દુનિયાભરમાં છૂટથી વપરાતી સ્ટિરિયોકોપી ટેક્નોલોજીનો પણ અમે આ ફિલ્મમાં કર્યો છે. એને કારણે ઇલ્યુઝન (ભ્રમ)માં ઊંડાણ આવે છે' એમ રાજીવે વધુમાં કહ્યું હતું. રાજીવ માઇટી લિટલ ભીમના ટાઇટલ સાથે આ એનિમેટેડ ફિલ્મને ડિજિટલ ફોર્મમાં પણ રજૂ કરવા ધારે છે.
 

(4:57 pm IST)