Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

એકતા કપૂરના વેબ શોમાં મુખ્ય રોલ નિભાવશે મૌની રોય

એકતા કપૂરને વધુ પસંદ હોય એવી અભિનેત્રીઓમાં મૌની રોયનું નામ ટોચ પર છે. મૌની બોલીવૂડમાં વ્યસ્ત હોવાને કારણે એકતાએ તેને નાગિનના ત્રીજા ભાગમાં લીધી નથી. જો કે આમ છતાં એકતાએ તેને બીજુ કામ ઓફર કરતાં મૌનીએ હા કહી છે. ઇન્ટરનેટ પ્લેટફોર્મ ઓલ્ટ બાલાજીના નવા વેબ શો માટે મૌની રોયને પસંદ કરવામાં આવી છે. મેહુનિશા નામના શોનું નિર્માણ એકતા કરી રહી છે. જેમાં મૌનીને મુખ્ય રોલ અપાયો છે. આ શોનું નિર્દેશન કેન ઘોષ કરશે. વેબ શોનું  શુટીંગ જલ્દી શરૂ થશે. દર્શકોને આ શો ઓલ્ટ બાલાજી પર જોવા મળશે. મૌની ફિલ્મો સાથે ટીવી શો અને વેબ શો પણ કરતી રહી ચાહકોની વચ્ચે રહેશે. મૌની જે ફિલ્મો કરી રહી છે તેમાં ગોલ્ડ અને બ્રહ્માસ્ત્ર તથા દબંગ-૩નો સમાવેશ થાય છે.

 

(9:26 am IST)