Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

શ્વેતા ચાહકોને સતત ચોંકાવતી રહે છે

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી પણ સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહે છે. તે સમયાંતરે પોતાની હોટ તસ્વીરો ચાહકો માટે પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ તેની આવી તસ્વીરો ખુબ વાયરલ થઇ હતી. ચાલીસની ઉમરે પણ ફિટ અને આકર્ષક દેખાતી શ્વેતા તિવારી ટીવી પરદે અને વેબ સિરીઝમાં પણ સક્રિય છે. ઇંસ્ટાગ્રામ પર સ્વેતાની હોટ તસ્વીરો થકી સતત ચાહકોને ચોંકાવતી રહે છે. શ્વેતા સિંગલ મધર છે. તેની દિકરી પલક પણ ફિલ્મ રોઝી થકી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. શ્વેતાને એક દિકરો રેયાંશ પણ છે. શ્વેતાએ અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા તેનાથી રેયાંશનો જન્મ થયો હતો. શ્વેતા હમ તુમ એન્ડ ધેમ નામની વેબ સિરીઝમાં અંતરંગ દ્રશ્યો આપી ખુબ ચર્ચામાં આવી હતી. તેણે હિન્દી, નેપાળી, ભોજપુરી, પંજાબી, કન્નડ, મરાઠી અને ઉર્દુ ભાષાની પંદર જેટલી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. કારકિર્દીની શરૂઆત ૧૯૯૯માં ટીવી શો કલરેંથી કરી હતી. ૨૦૦૧માં કહીં કિસી રોઝ તથા કસોૈટી જિંદગી કી શોએ તેને ઓળખ આપી હતી.
 

(10:10 am IST)