Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

બોલિવૂડ સિંગર કનિકા કપૂરની કોરોનાની સારવાર માટે સ્પેશ્યલ સુવિધાઃ એક નહીં અનેક નર્સો ઉપલબ્ધ

મુંબઇ: બોલિવુડ સિંગર કનિકા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પોતાની પરિસ્થિતિ વ્યક્ત કરી છે. તેણે લખ્યું કે, તેને પોતાના બાળકો અને માતાપિતાની યાદ આવી રહી છે. લખનઉના સંજય ગાઁધી પોસ્ટ ગ્રેજ્યુએશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં તેની સારવાર ચાલી રહી છે. મીડિયા રિપોર્ટસ મુજબ, અહી કનિકાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળી રહી છે. તેની દેખરેખ માટે એક નહિ, અનેક નર્સ લગાવવામાં આવી છે. કનિકા બોલિવુડની પહેલી સેલિબ્રિટી છે જેને કોરોના પોઝિટિવ નીકળ્યો છે.

સાથે જ કનિકાની ડિમાન્ડ પર તેને અલગ પ્રકારનો ખોરાક પણ આપવામાં આવી રહ્યો છે. તેના માટે સ્પેશિયલ રૂમ અને સુવિધાઓ આપવામાં આવી રહી છે. ખાસ બાબત એ છે કે, કનિકા કપૂરે અહી પોતાની સાથે અણછાજતુ વર્તન થયાની ફરિયાદ કરી હતી. પરંતુ હવે તે સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળવાથી ખુશ છે. એસપીજીઆઈના ડાયેરક્ટર પ્રોફેસર આર.કે ધીમને જણાવ્યું કે, કનિકા કપૂરને અલગ રૂમની સાથે અલગ ડાયટ પણ આપવામાં આવી રહ્યું છે. બસ, તે એક દર્દીની જેમ વ્યવહાર કરે તે જરૂરી છે. તે સ્ટારની જેમ વ્યવહાર તેની સારી દેખરેખ માટે કરવામાં આવી રહ્યો છે.

6 નર્સ કરી રહી છે તેની સારવાર

કનિકા કપૂરે જે આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે, તે સ્પેશિયલ રૂમમાં છે. અહીં તેની દેખરેખ માટે એક-બે નહિ, પરંતુ 6 નર્સની ડ્યુટી લગાવવામાં આવી છે. દર ચાર કલાકમાં નર્સની ડ્યુટી બદલી દેવામાં આવે છે. નર્સ કનિકાના દરેક કામને કરે છે. દવા ખવડાવવાથી લઈને કેર કરવા સુધીની દરેક જવાબદારી નિભાવે છે. આઈસોલેશન વોર્ડમાં એક નર્સ આખો દિવસ તેની સાથે રહે છે.

ગ્લુટેન ફ્રી ડાયટ અપાય છે

કનિકા માટે અલગથી ફૂડ બનાવવામાં આવે છે. આ ખોરાક ગ્લુટેન ફ્રી હોય છે. કનિકા ઘઉ કે રાઈ વગેરેમાં મળી આવતા પ્રોટીનને પચાવી શક્તી નથી. તેથી તેના માટે અલગથી ગ્લુટેન ફ્રી ડાયટ બનાવવામા આવે છે. જે લોકોને ઓટો ઈમ્યુન ડિસીસ હોય છે, તેમાં ગ્લુટેન માટે એલર્જિ જોવા મળે છે. તેથી કનિકાને આ પ્રકારનું ડાયટ આપવામાં આવે છે.

સ્પેશિયલ રૂમ મળી છે ખાસ સુવિધા

કનિકાનો આઈસોલેશન વોર્ડ એકદમ અલગ છે. તેમં તેના માટે અલગથી ટોયલેટ, બેડ અને ટીવી પણ છે. રૂમમાં વાઈફાઈ ફેસિલિટી પણ છે. કનિકાના રૂમમાં અલગથી રેગ્યુલેશન યુનિટ પણ છે.

ઉલ્લેખનીય છે કે, કનિકા કપૂરને 19 માર્ચના રોજ કોરોના વાયરસ પોઝિટિવ મળ્યો હતો. 20 માર્ચના રોજ તેને એડમિટ કરાઈ હતી. તે 9 માર્ચના રોજ લંડનથી પરત ફરી હતી. કેટલાક દિવસો બાદ તેને ખાંસી અને તાવની ફરિયાદ આવી હીત. તેના બાદ તપાસમાં તે કોરોના પોઝિટિવ સાબિત થઈ હતી. લંડનથી આવ્યા બાદ કનિકા કપૂર કાનપુર અને લખનઉમાં અનેક સ્થળોએ ગઈ હતી. 200થી વધુ લોકો તેના સંપર્કમાં આવ્યા હતા. જેમાઁથી 60થી વધુ લોકોનો ટેસ્ટ કરાવાયો હતો.

(5:42 pm IST)