Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

બૉલિવૂડ ક્વિન કંગના રૈનોતે પીએમ કેર ફંડમાં 25 લાખ રૂપિયાનું આપ્યું યોગદાન

રોજનું રોજ કરનારા મજુરોને પણ રાશન ઉપલબ્ધ કરાવ્યું

મુંબઈ : કોરોના વિરુદ્ધ લડાઇમાં બૉલિવૂડ ક્વિન કંગના રૈનોતે પણ પીએમ કેર ફંડમાં 25 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. કંગનાએ લૉકડાઉનને ધ્યાને રાખીને રોજી-રોટી માટે દૈનિક વેતન ભોગવી રહેલા મજૂરોને રેશન પણ ઉપલબ્ધ કરાવ્યું છે. તેની જાહેરાત બાદ કંગનાની બહેન ચંદોલીએ પણ પોતાના ટ્વીટના માધ્યમથી જાણકારી શેર કરી હતી.
 કોરોના વિરુદ્ધની લડાઇમાં બૉલિવૂડ ક્વિન કંગના રૈનોતે પીએમ કેર ફંડમાં 25 લાખ રુપિયા સહાયતા તરીકે યોગદાન આપ્યું છે. કોરોના સંક્રમણથી બચવા પુણ્ય કાર્યમાં કંગનાની માતા આશાએ પણ પોતાનો એક મહિનાનું પેન્શન પીએમ કેર ફંડમાં દાન કરે છે

 

કંગનાએ લૉકડાઉનને લીધે રોજી-રોટલી માટે દૈનિક વેતન મેળવી રોજનું રોજ કરનારા મજુરોને પણ રાશન ઉપલબ્ધ કરાવ્યું હતું. તેની જાહેરાત કંગનાની બહેન રંગોલી ચંદેલે પોતાના ટ્વીટર પર શેર કરી હતી.

બૉલિવૂડ ક્વિન કંગના રૈનોત જિલ્લા મંડીના ભાંબલાની રહેનારી છે અને પોતાની દમદાર એક્ટિંગને લીધે બૉલિવૂડમાં ખૂબ જ નામના મેળવી છે.

(1:44 pm IST)