Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

મહિલા સંસ્થાને પ્રિયંકા- નિકે આપ્યા એક લાખ ડોલર:પીએમ કેયર્સ ફંડમાં પણ આપ્યું ડોનેશન

મુંબઈ : દેશ કોરોના વાયરસથી જંગ લડી રહ્યો છે. દેશના દરેક નાગરિક પોત-પોતાના હિસાબથી તેમાં યોગદાન આપી રહ્યા છે. બોલીવુડ સ્ટાર્સ પણ તેમાં ભાગ લઇ રહ્યા છે. જ્યારે હવે યાદીમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જોનસનું નામ પણ જોડાઈ ગયું છે.નીક અને પ્રિયંકાએ પણ પીએમ મોદી કેયર્સ ફંડમાં દાન આપ્યું છે.

   નીક અને પ્રિયંકા ચોપરાએ ઘણા બધા એનજીઓમાં પણ ડોનેશન આપ્યું છે, જેમાં એક યુનિસેફ પણ છે. તેની જાણકારી નિક જોનસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વ્રારા આપી છે. આ પોસ્ટમાં તેમને જણાવ્યું છે કે, તે એક કેમ્પન લોન્ચ કરવાની હતી, જેમાં તે દરવખતે ચાર એવી મહિલાઓની કહાની શેર કરવાની હતી જેને સ્ટ્રગલ બાદ સફળતા પ્રાપ્ત કરી હતી.

 પ્રિયંકા ચોપરાએ આગળ જણાવ્યું છે કે, તે તેમ છતાં આ કોરોના મહામારીના કારણે આવું કરવામાં અસમર્થ રહી હતી, પરંતુ એક લાખ ડોલર રૂપિયાનું ડોનેશન મહિલાઓ માટે કામ કરનારી સંસ્થાને આપી રહી છે.

(1:02 pm IST)