Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

શ્રદ્ધા કપૂર કઝીન પ્રિયાંક શર્મા-શાઝા મોરાનીના લગ્નમાં માલદીવમાં: દરિયા કિનારે બ્‍લુ લહેંગામાં ડાન્‍સ કર્યોઃ વીડિયો વાયરલ

નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર તાજેતરમાં માલદીવમાં પોતાની ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરી રહી છે. શ્રદ્ધા કપૂર પોતાની કઝિન પ્રિયાંક શર્મા અને શાઝા મોરાનીના લગ્નમાં ગઈ છે. આ સમય પર શ્રદ્ધાનો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દરિયા કિનારે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

શ્રદ્ધા કપૂરે શરે કર્યો સ્લો મોશન વીડિયો

આ સમયે શ્રદ્ધા કપૂરે બીચ પર એન્જોય કરતા બે સ્લો મોશન વીડિયો પણ શેર કર્યો છે. ગત રાત્રે શેર થયેલા આ વીડિયો અત્યાર સુધીમાં 16 લાખથી વધુ લોકોએ જોયો છે. વીડિયોમાં શ્રદ્ધા કપૂરનો બ્લૂ લહેંગો સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યું છે. તેના લહેંગા પર સફેદ અને લીલા રંગના ફૂલ તેને વધુ સુંદર બનાવી રહ્યા છે.

બોયફ્રેન્ડ પણ છે સાથે

પ્રિયાંક શર્મા અને શાઝા મોરાનીના લગ્નમાં શ્રદ્ધા કપૂરની સાથે તેનો બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠ પણ જોવા મળી રહ્યો છે. હળદર વિધી દરમિયાન એક વીડિયો અને એખ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. જેમાં શ્રદ્ધા અને રોહનની બોન્ડિંગ સ્પષ્ટ જોવા મળી રહી છે. આ વીડિયોમાં શ્રદ્ધાની માસી તેમજ એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરી પણ તેમના પુત્ર પ્રિયાંકને હળદર લગાવતા જોવા મળ્યા હતા.

16 વર્ષથી કરી રહ્યા છે ડેટ

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર શાઝા અને પ્રિયાંકની સગાઈની તસવીરો પણ સામે આવી હતી. પ્રિયાંક અને શાઝા એકબીજાને છેલ્લા 16 વર્ષથી ડેટ કરી રહ્યા છે.

(5:09 pm IST)