Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

કોમેડી કરશે ક્રિતીઃ રાજકુમાર સાથે ત્રીજી ફિલ્મ

હીરોપંતિ ફિલ્મથી ટાઇગર શ્રોફ સાથે અભિનય કારકિર્દી શરૂ કરનારી ક્રિતી સેનન હવે બોલીવૂડમાં મોટી ફિલ્મો કરી રહી છે. આગામી સમયમાં તે કોમેડી કરતી જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવની જોડી હશે. નિર્માતા દિનેશ વિજાન અને મહાવીર જૈન સાથે મળી એક કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં રાજુકમાર રાવ અને ક્રિતી સેનનને લેવામાં આવ્યા છે. ફિલ્મનું નામ હવે પછી નક્કી થશે. પારિવારીક કોમેડી ડ્રામામાં પરેશ રાવલ, રત્ના પાઠક શાહ, અપારશકિત ખુરાના જેવા કલાકારો પણ ખાસ ભુમિકા નિભાવશે. ફિલ્મમાં કલાકારોને અલગ જ અવતારમાં રજૂ કરવામાં આવશે. અભિષેક જૈન ફિલ્મનું નિર્દેશન સંભાળશે. જેણે અગાઉ ગુજરાતી ફિલ્મોનું નિર્દેશન કર્યુ છે. પહેલી વખત તે હિન્દી ફિલ્મનું કામ કરશે. મહાવીર જૈને કહ્યું હતું કે અમને વિશ્વાસ છે કે દર્શકોએ પહેલા કદી આવી ફિલ્મ જોઇ નથી. અમારી પાસે શાનદાર કલાકાર અને પ્રતિભાશાળી ક્રુ મેમ્બર્સ છે. રાજકુમાર અને ક્રિતી બરેલી કી બરફી અને રાબ્તામાં સાથે કામ કરી ચુકયા છે.

(10:32 am IST)
  • ભાજપનો વિરાટ વિજય 'રૂપાણી' પાવર છવાયો ચારેકોર ભાજપ - ભાજપ : બપોરે ૧૨ વાગ્યે કમલમ ખાતે વિજયભાઈની હાજરીમાં ભાજપ વિજયોત્સવ ઉજવી રહ્યુ છે : ૩૧ જીલ્લા પંચાયતમાંથી ૨૮ ઉપર ભાજપ વિજયકૂચ કરી રહ્યુ છે access_time 1:00 pm IST

  • મની લોન્ડરિંગ મામલામાં નરેશ જૈન અને તેના સહયોગીઓની 65 કરોડની સંપત્તિ જપ્ત :ઇડીએ મની લોન્ડરિંગ મામલે હવાલા ઓપરેટર નરેશ જૈન અને તેની કંપનીઓ,અને તેની સાથે સંકળાયેલ લોકોની 65.75 કરોડની સંપત્તિ જપ્ત કરી : મણિ લોન્ડરિંગનો આ મામલો 560 કરોડથી વધુનો છે access_time 11:44 am IST

  • હાલોલ તાલુકામાં કોંગ્રેસનું ખુલ્યું ખાતું : શિવરાજપુર તા.પંચાયત બેઠક કોંગ્રેસના ફાળે access_time 12:27 pm IST