Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

અમેજન પ્રાઈમની આ વેબ સિરીઝથી ડિજિટલ ડેબ્યુ કરશે સોનાક્ષી સિંહા

મુંબઈ:   અભિનેત્રી સોનાક્ષી સિંહાએ હવે ડિજિટલ દુનિયામાં પ્રવેશવાનો નિર્ણય લીધો છે. સમાચાર એ છે કે સોનાક્ષી એમેઝોન પ્રાઇમ દ્વારા ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝમાં જોવા મળશે. રીમા કાગતીની આ વેબ સિરીઝમાં ગુલશન દેવીયા, સોહમ શાહ અને વિજય શર્મા કામ કરતા જોવા મળશે.આ વેબ સિરીઝ એક્સેલ મૂવીઝ અને ટાઇગર બેબી ફિલ્મ્સ એક સાથે બનાવશે. સોનાક્ષી સિંહાએ આ શ્રેણીની આખી ટીમ સાથે એક તસવીર શેર કરી છે. તેમણે લખ્યું, "નવી શરૂઆત, અમેઝોન સાથે અમારી નવી શ્રેણી શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત. આ અત્યંત પ્રતિભાશાળી ટીમ સાથે કામ કરવા માટે ઉત્સાહિત".આ ઉપરાંત સોનાક્ષી સિંહા આ વર્ષે ફિલ્મ ભુજમાં પણ જોવા મળશે. ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાનું દિગ્દર્શન અભિષેક દુધૈયા કરી રહ્યા છે અને તેમાં અજય દેવગણ, સંજય દત્ત, શરદ કેલકર, એમી વિર્ક, પ્રણીતા સુભાષ અને નોરા ફતેહિ જોવા મળશે.

(4:59 pm IST)