Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

સિદ્ધાર્થ મલ્હોત્રા તમિલ હિટ ફિલ્મ 'થાડમ' ની રિમેકમાં

મુંબઇઃ  સિદ્ધાર્થ મલ્હોત્રા પાછલા કેટલાક સમયથી એક હિટ ફિલ્મની તલાશમાં છે. તેની પાછલી બે ફિલ્મ 'જબ્બરિયા જોડી' અને 'મરજાવા' બોકસ ઓફિસ પર ખાસ કંઇ કમાલ કરી શકી નથી. જો કે આ બંન્ને ફિલ્મમા઼  સિદ્ધાર્થ મલ્હોત્રાના કામની પ્રશંસા થઇ હતી. હવે તેને એક મોટી ફિલ્મ હાથ લાગી છે. વર્ષ ર૦૧૯ મા આવેલી તમિલ હીટ ફિલ્મ 'થાડમ' ની  હિન્દી રિમેકમાં સિદ્ધાર્થ મલ્હોત્રાને કરારબદ્ધ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં તેનો ડબલ રોલ હશે.  ઇત્તેફાક બાદ સિદ્ધાર્થ મલ્હોત્રાની આ બીજી મર્ડરમિસ્ટ્રી ફિલ્મ હશે. જેમા તે એકપાત્રમાં બિઝનેસમેન અને બીજા પાત્રમાં ોરની ભૂમિકામા હશે. સિદ્ધાર્થ મલ્હોત્રાની નવી ફિલ્મ 'શેરશાહ' ૩ જુલાઇમાં રીલીઝ થવાની છે. જે કારગીલ હીરો કેપ્ટન વિક્રમ બત્રા પર બનેલી બાયોપિક ફિલ્મ છે.

(12:52 pm IST)