Gujarati News

Gujarati News

News of Sunday, 2nd February 2020

સ્ટુડન્ટ ઓફ ધ યર-૩ માં અલાયા ફર્નિચરવાલા

મુંબઇઃ  પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલાની પહેલી ફિલ્મ જવાની જાનેમન  શુ્ક્રવારે રિલીઝ થઇ ચુકી છે.  જેમા તે સૈફ અલીખાનની પુત્રીના રોલમાં છે. રિલીઝ થયા બાદ જવાની જાનેમનને બોકસ ઓફિસ પર ઠીક ઠીક સફળતા મળી છે. પોતાની ડેબ્યુ ફિલ્મથી અલાયા ફર્નીચરલાવા ચાહકોને  પ્રભાવિત કરવામા આવી રહી છે હવે તેને કરણ જોહરના  પ્રોડકશન હાઉસની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરના ત્રીજા ભાગમાં   કરારબદ્ધ કરવામાં આવી છે. અલાયા સાથે આ ફિલ્મમાં અન્ય કલાકારો કોણ હશે તે વિગત હજુ સામે આવી નથી. સ્ટુડન્ટ ઓફ ધ યરના ત્રીજા ભાગનુ એપ્રિલ પછી બેંગકોગમા શૂટિંગ શરૃ થશે.

(12:52 pm IST)