Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

રોહિત ધવનની ફિલ્મ હૃતિક રોશને ગુમાવીઃ હવે સલમાન ખાનને સાઇન કરવાનું નક્કી થયું

મુંબઈ : હૃતિક રોશન હાલમાં પોતાની એક્શન ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું ડિરેક્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે અને ફિલ્મમાં હૃતિક તેમજ ટાઇગર શ્રોફ જોવા મળશે. તેમની સાથે વાણી કપૂર જોડી જમાવશે. ફિલ્મ સિવાય હૃતિક નજીકના ભવિષ્યમાં સુપર 30 તેમજ કૃષ 4 જેવી ફિલ્મોમાં જોવા મળશે. સંજોગોમાં ચર્ચા હતી કે હૃતિક હવે ડિરેક્ટર રોહિત ધવનની નવી સાઇ ફાઇ ફિલ્મનો હિસ્સો બની શકે છે. જોકે હવે તેના હાથમાંથી ફિલ્મ સરકી ગઈ છે.

હકીકતમાં રોહિત બહુ લાંબા સમયથી હૃતિકના જવાબની રાહ જોઈ રહ્યો હતો પણ તેને જવાબ મળી રહ્યો. સંજોગોમાં રોહિતના પિતા ડેવિડ ધવને પ્રોજેક્ટ માટે બીજા એક્ટર્સ સાથે પ્રોજેક્ટની ચર્ચા કરવાનું શરૂ કરી દીધું. મળતી માહિતી પ્રમાણે હવે ફિલ્મમાં હૃતિકની જગ્યાએ સલમાનને સાઇન કરવાનું નક્કી કરી લેવામાં આવ્યું છે.

સલમાનની બાકીની ફિલ્મોની વાત કરીએ તો તે બહુ જલ્દી અલી અબ્બાસ ઝફરની ભારતમાં જોવા મળશે. ફિલ્મમાં કેટરિના કૈફ, તબુ, જેકી શ્રોફ, દિશા પટની, નોરા ફતેહી, સુનીલ ગ્રોવર તેમજ આસિફ શેખ જેવા કલાકારો કામ કરી રહ્યા છે. ફિલ્મ ઇદના પ્રસંગે રિલીઝ કરવામાં આવશે. સિવાય સલમાન દબંગ 3, કિક 2 અને ઇન્શાઅલ્લાહ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

(5:21 pm IST)