Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ભંસાલી ફરી એકવાર બનાવશે બિગ બજેટ ફિલ્મ: આગામી ફિલ્મનું શરૂ કર્યું કામ

મુંબઇ: સંજય લીલા ભણશાલીની હાલની રીલિઝ થયેલી ફિલ્મ પદમાવતી બોક્સઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. આ ફિલ્મનો વિવાદ બહુ ચગ્યો હતો અને કરણી સેનાએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. પરંતુ લાગે છે કે સંજય લીલા ભણશાલી આ વાતને વીસરી ગયા છે અને નવી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. સૂત્રની વાત સાચી માનીએ તો સંજય લીલા ભણશાલીને નિર્માતાએ રૃા. ૨૦૦ કરોડનું બજેટ પણ  આપી દીધું છે. કહેવાય છે કે દિગ્દર્શક ફરી એક બિગ બજેટ ફિલ્મ બનાવાની યોજના કરી રહ્યો છે જે સંગીતમઢી ડ્રામા હશે. જોકે આ ફિલ્મમાં ક્યા કલાકાર હશે તે વાત હજી બહાર આવી નથી. ભણશાલીએ ફિલ્મ પદમાવતી માટે જે હિંમત દાખવી છે તે બિરદારવા લાયક છે. દિગ્દર્શક આ વાતને ઝાઝું મહત્વ ્ન આપતાં હવેઆગામી ફિલ્મની યોજના કરી રહ્યો છે.

 

 

(4:38 pm IST)