Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

કરણ મલ્હોત્રા સાથે કામ કરશે રણબીર કપૂર

મુંબઇ: અભિનેતા રણબીર કપૂર નજીકન ભવિષ્યમાં અગ્નિપથ ફેમ ડાયરેક્ટર કરણ મલ્હોત્રાની એક ફિલ્મ કરશે એવી માહિતી મળી હતી. રણબીર હાલ ખુશ રહે છે કારણ કે એની પાસે સારા સારા બેનરની મોટી ફિલ્મો છે. તાજેતરમાં એણે રાજકુમાર હીરાણી નિર્દેશિત સંજય દત્તની બાયો-ફિલ્મ પૂરી કરી અને મુંબઇ હાઇકોર્ટે આ ફિલ્મ સમયસર રજૂ કરવાની સંમતિ પણ આપી. સાથોસાથ એ કરણ જોહરની અયાન મુખરજી નિર્દેશિત બ્રહ્માસ્ત્ર કરી રહ્યો છે. આ ફિલ્મ બોલિવૂડની પહેલવહેલી સુપરહીરો ફિલ્મ હશે. કરણે આવી ત્રણ ફિલ્મો ટ્રિલોજી બનાવવાની યોજના ઘડી છે. બ્રહ્માસ્ત્ર એમાંની પહેલી ફિલ્મ છે. અગાઉ રણબીર કપૂરે કરણની અય દિલ હૈ મુશ્કિલ ફિલ્મ કરી હતી. લેટેસ્ટ માહિતી મુજબ રણબીરને અગ્નિપથ અને બ્રધર્સ ફેમ ડાયરેક્ટર કરણ મલ્હોત્રાએે પોતાની એક આગામી ફિલ્મ માટે લેવાનો નિર્ણય કર્યો હતો. ગઇ કાલ સુધી કરણ મલ્હોત્રા કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ સાથે સંકળાયેલા હતા. તાજેતરના એક અહેવાલ મુજબ હવે એ ધર્માથી છૂટા પડયા છે અને રણબીરને લઇને જે ફિલ્મ બનાવવા ધારે છે એ ફિલ્મ યશ રાજ જેવા બીજા પ્રતિષ્ઠિત બેનરની હશે.

 

 

(4:38 pm IST)