Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

'બાગી-2'માં માર્શલ આર્ટના ધુરવ ચૌધરીને મળી કામ કરવાની તક

મુંબઇ: અભિનેતા ટાઇગર શ્રોફે બેંગલોરના મિક્સ્ડ માર્શલ આર્ટના એક્સપર્ટ અને પોતાના સાથીદાર ધુ્રવ ચૌધરીને પોતાની આગામી ફિલ્મ બાગી ટુનો વિલન બનાવવાનું સૂચન ફિલ્મ સર્જકોને કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ટાઇગર મિક્સ્ડ માર્શલ આર્ટનો ચાહક અને બેંગલોરની સુપર ફાઇટર્સ લીગનો માલિક છે. સુપર ફાઇટર્સ લીગના ધુ્રવ ચૌધરીની માર્શલ આર્ટની વિશેષતાથી ટાઇગર ખૂબ પ્રભાવિત હતો. એણે બાગી ટુના સર્જકોને ધુ્રવની ભલામણ કરી હતી અને એને વિલન તરીકે પોતાની સામે લેવાનું કહેતાં ઉમેર્યું હતું કે મારી જેમ મિક્સ્ડ માર્શળ આર્ટમાં ધુ્રવ એક્સપર્ટ હોવાથી ફિલ્મના એક્શન દ્રશ્યોમાં જાન પુરાશે.

(4:37 pm IST)