Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

હું એક અભિનેતા છું, દર્શકો દ્વારા સ્ટાર બન્યો છું: આયુષ્માન ખુરાના

મુંબઇ તા.2 જાન્યુઆરી 2019 બુધવાર એ લિસ્ટના ગણાતા થયેલા ગાયક-અભિનેતા આયુષમાન ખુરાનાએ કહ્યું હતું કે હું તો આજેય અભિનેતા ગણાવાનું પસંદ કરું છું. ઓડિયન્સે મને સ્ટાર બનાવી દીધો છે.છેલ્લાં પચાસ સાઠ વર્ષની ફોર્મ્યુલા ફિલ્મોની બહાર નીકળીને  બિનપરંપરાગત કથાઓ પર આધારિત ફિલ્મો કરીને પોતાની આગવી ઇમેજ ઊભી કરનારા આ અભિનેતાની છેલ્લી બે ફિલ્મો અંધાધૂંધ અને બધાઇ હોએ રાતોરાત એને સ્ટાર બનાવી દીધો હતો. એની આ બંને ફિલ્મોની સાથોસાથ સુપર સ્ટાર્સની મેગાબજેટ ફિલ્મો રજૂ થઇ હતી અને છતાં આયુષમાનની ફિલ્મો આ મોટ્ટી ફિલ્મોની હરીફાઇમાં ટકી ગઇ હતી એટલુંજ નહીં પણ બોક્સ ઑફિસ પર પણ હિટ સાબિત થઇ હતી.જો કે આ સિદ્ધિથી આયુષમાન જરાય ફૂલાયો નથી કે એના દિમાગમાં રાઇ ભરાઇ નથી કે પોતે સ્ટાર છે. એણે કહ્યું, 'સાચું માનજો, હું કાયમ સ્ક્રીપ્ટ અને કન્ટેન્ટને હીરો માનીને આગળ ચાલતો રહ્યો છું. મને કદી એવું લાગ્યું નથી કે ફિલ્મ મારા નામ પર ચાલશે. ફિલ્મની કથા સબળ હોય તો ઓજડિયન્સ એને સ્વીકારે જ છે એવું પહેલી ફિલ્મથી હું માનતો રહ્યો હતો. ભલે મોડે મેાડે પણ મારી એ માન્યતા પુરવાર થઇ છે એવું મને લાગે છે.'એની બધાઇ હોની સફળતાને તો મેગાસ્ટાર અમિતાભ બચ્ચને સ્વહસ્તે લખેલા અભિનંદન પત્ર દ્વારા બિરદાવી હતી એટલું જ નહીં પણ આ ફિલ્મે પાકિસ્તાનમાં પણ સફળતા પ્રાપ્ત કરી હતી.

(5:33 pm IST)