Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

ફિલ્મોમાં વિલેનની અલગ ઇમેજ સોનુ સુદ દ્વારા બની

મુંબઈ:અભિનેતા સોનુ સૂદે ફિલ્મોમાં વિલનની પરંપરાગત ઇમેજને અકબંધ રાખીને પોતાની આગવી શૈલી સ્થાપિત કરી હોવાનો અભિપ્રાય મોટા ભાગના સમીક્ષકો ધરાવે છે.'મેં નઠારા પાત્રોને અલગ રીતે રજૂ કરવાની કોશિશ કરી અને સમીક્ષકો તથા ઓડિયન્સે મારા એ પ્રયાસોને બિરદાવ્યા તેથી હું પ્રોત્સાહિત થયો હતો' એમ સોનુએ કહ્યું હતું.માત્ર બોલિવૂડ નહીં, સાઉથની ફિલ્મોમાં પણ વિલન તરીકે સોનુને જબરદસ્ત પ્રશંસા સાંપડી છે એ એના અભિનયની કમાલ છે એમ પીઢ સમીક્ષકો કહે છે. એમ તો સોનુએ ચીની ફિલ્મ કૂંગ ફુ પણ કરી હતી જેમાં વિશ્વવિખ્યાત કલાકારો સાથે એ ચમક્યો હતો અને ફિલ્મ સફળ નીવડી હતી.પીઢ સમીક્ષક તરણ આદર્શે ટ્વીટર પર મૂકેલી નોંધ મુજબ બોલિવૂડના પરંપરાગત વિલનોની સ્ટાઇલની સાથોસાથ સોનુએ પોતાની આગવી ઇમેજ ઊભી કરીને એણે ભજવેલાં પાત્રો પણ યાદગાર બની રહે એવા સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે. લાંબા સમયના અવકાશ બાદ આપણને પરદા પર પોતાની બળકટ પ્રતિભા મૂકી જાય એવો એક વિલન સાંપડયો છે.અત્રે એ યાદ રહે કે સલમાન ખાનની દબંગમાં એણે સલમાન ખાનની બરાબરી કરતો રોલ કર્યો હતો જેને ખૂબ પ્રશંસા મળી હતી.

(5:35 pm IST)