Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

અજય દેવગનની ફિલ્મ તાનાજીનું બીજું પોસ્ટર લોન્ચ: 22 નવેમ્બર 2019ના થશે રિલીઝ

મુંબઈ:2019ની શરૂઆત થતાની સાથે જ આ વર્ષે રજૂ થનારી ફિલ્મોની ઉત્સુક્તા વધી રહી છે. આ દરમિયાન અજય દેવગણે પોતાના ફેન્સને અલગ અંદાજમાં જ નવા વર્ષની ગિફ્ટ આપી છે. અજય દેવગન સ્ટારર મૉસ્ટ અવેટેડ બિગ બજેટ ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વૉરિયર’નો ફર્સ્ટલૂક જાહેર થયો છે. ‘તાનાજી: ધ અનસંગ વૉરિયર’ બૉલીવુડની આવનારી એ ગણીગાંઠી ફિલ્મોમાંથી છે, જેની રાહ દર્શકો આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે. જો કે અજય દેવગણે ફિલ્મનું શૂટિંગ થોડાક સમય પહેલા જ શરૂ કર્યું છે.19 જુલાઈ 2018નાં આ ફિલ્મનું પહેલુ પોસ્ટર સામે આવતા જ બોલીવુડનું બજાર ગરમ થઈ ગયુ હતુ. હવે અજય દેવગણનાં આ મરાઠા અવતારનાં ફર્સ્ટ લૂકે સનસનાટી મચાવી દીધી છે. ઑમ રાઉતે ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વૉરિયર’નું નવું પૉસ્ટર રીલીઝ કર્યું છે. આ પૉસ્ટરમાં જોવા મળી રહ્યું છે કે અજય દેવગણ પોતાના સાથીઓ સાથે હવામાં ઊડી રહ્યો છે. આ પૉસ્ટરમાં અજય દેવગણનો ચહેરો જોવા નથી મળી રહ્યો. અજય દેવગણે પોતાનો ચહેરો સાફાથી બાંધેલો છે. અજયની આંખો ફિલ્મને લઇને ફેન્સની ઉત્સુક્તા વધારી રહી છે. પહેલા પણ કહેવામાં આવતુ હતુ કે અજય દેવગણ બોલ્યા પહેલા જ આંખોથી પોતાની વાત કહી દેવાની તાકાત રાખે છે. આ પૉસ્ટરમાં પણ અજય દેવગણની આંખો તેનો મિજાજ કહી દે છે. આ સીનમાં અજયનાં જમણા હાથમાં તલવાર પણ છે. આ ફિલ્મમાં અજય દેવગણ ‘તાનાજી: ધ અનસંગ વૉરિયર’માં શિવાજીનાં સૈન્ય નેતા સુબેદાર તાનાજી માલુસરેનાં પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં સૈફ અલી ખાન પણ મહત્વનાં પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ 22 નવેમ્બર 2019નાં રોજ રીલીઝ થશે.

(5:32 pm IST)