Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

રાધિકા આપ્ટેને આગામી ફિલ્મમાંટે અનુરાગ કશ્પયે કરી સાઈન

મુંબઇ: ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપે પોતાની આગામી ફિલ્મ માટે અભિનેત્રી રાધિકા આપ્ટેને સાઇન કરી હોવાનું જણાવ્યું હતું. એણે કહ્યું કે છેલ્લા સાત આઠ મહિનાથી હું મારી હવે પછીની ફિલ્મ માટે રાધિકાને પૂર્વતૈયારી કરાવી રહ્યો હતો. રણબીર કપૂર અને અનુષ્કા શર્મા જેવા ટોચના કલાકારો હોવા છતાં બોમ્બે વેલ્વેટ ફ્લોપ નીવડયા પછી અનુરાગ પોતાની ફિલ્મોની બાબતમાં ઘણો સાવધ થઇ ગયો છે. એ મોટે ભાગે પોતાના હીરોને રિપિટ કરે છે પરંતુ હીરોઇનોને રિપિટ કરતો નથી. પરંતુ મનમર્ઝિયાંમાં રાધિકાનું કામ જોયા પછી એણે બીજી ફિલ્મ માટે પણ રાધિકાને સાઇન કરી હતી.  એણે કહ્યું હતું કે હું મોટે ભાગે ત્રણ કલાકારો સાથે કામ કરવાનું વધુ પસંદ કરું છું- નવાઝુદ્દીન સિદ્દીકી, વિનીત કુમાર સિંઘ અને રાધિકા આપ્ટે. મને જરૃર હોય ત્યારે આ કલાકારોની તારીખેા સહેલાઇથી મળે છે. આ કલાકારો ગમે તેટલાં બીઝી હોય, મારી ફિલ્મ માટે મને પૂરતો સમય ફાળવી દે છે. મારી કામ કરવાની સિસ્ટમથી એ લોકો પરિચિત છે એટલે મને ધાર્યું કામ મળી રહે છે.

(5:44 pm IST)