Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

દિપીકા સાથે તુલના થાય એ ખોટી બાબતઃ જૈકલીન

જૈકલીન ફર્નાન્ડીસ કોઇ સાથે પોતાની તુલના થાય તો તે તેને ગંભીરતાથી લેતી નથી. હવે તે સલમાન સાથે રેસ-૩માં કામ કરી રહી છે. રેસ-૨માં જૈકલીન સાથે દિપીકા પાદુકોણ પણ હતી. દિપકા સાથે તુલના બાબતે જૈકલીને કહ્યું હતું કે આ બાબત તદ્દન સારી નથી. મને એટલી ખબર છે કે મારે માત્ર મારા કામ પર ધ્યાન આપવાનું છે. દિપીકા સાથેની તુલના થાય તે ખોટી બાબત છે. દરેક કલાકારો પોતાને મળતાં પાત્રોને વ્યકિતત્વ મુજબ નિભાવતા હોય છે. જૈકલીને કહ્યું હતું કે રેસ-૩ના શુટીંગમાં પહેલા દિવસે જ અનિલ કપૂર સાથે મજા પડી હતી. અમે બધાએ સેટ પર ખુબ મસ્તી કરી હતી. સલમાનની ટાઇગર જીંદા હૈની સફળતાની પાર્ટી પણ અમે માણી હતી.

(9:17 am IST)