Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

બાબા રામદેવની ભૂમિકા માટે ક્રાંતિને આપવી પડી પરિક્ષા

અજય દેવગણ ટીવી પરદે યોગ ગુરૂ બાબા રામદેવના જીવન પરનો શો લાવી રહ્યો છે. આ શોનું નામ સ્વામી રામદેવ એક સંઘર્ષ એવું રખાયું છે. શોમાં રામદેવના બાળપણની ભુમિકા નમન જૈન નામના બાળ કલાકારને મળી છે. જ્યારે રામદેવ બાબાની ભૂમિકા ક્રાંતિ પ્રકાશ ઝા ભજવશે. ક્રાંતિએ આ પહેલા મહેન્દ્રસિંહ ધોનીના જીવન પરની ફિલ્મ એમએસ ધોનીમાં તેના દોસ્તનો રોલ નિભાવ્યો હતો. ક્રાંતિએ રામલીલા, ટાગોર કી કહાનીયા સહિતની ફિલ્મો કરી છે. અજયએ કહ્યું હતું કે મારે આ શો માટે ફ્રેશ ચહેરાની જરૂર હતી. જે ક્રાંતિના રૂપમાં મળ્યો છે. તેનો ચહેરો બાબા રામદેવ જેવો જ લાગે છે. મને વિશ્વાસ છે કે તે ખુબ સારુ કામ કરશે. શોનું પ્રસારણ ડિસ્કવરી ચેનલ પર થશે. ક્રાંતિને આ રોલ એમ જ નથી મળ્યો. ખુદ બાબા રામદેવે તેની અગ્નિપરિક્ષા લીધી હતી. અસલી જિંદગીમાં પણ ક્રાંતિ યોગ સાથે જોડાયેલો છે. તેની બે જુદી-જુદી પરિક્ષા લેવાઇ હતી.

(9:16 am IST)