Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

અનિતાએ ટોક શોમાં એવુ તો શું કહ્યું કે પતિ હસી પડ્યો?

સ્ટાર પ્લસના શો યે હેૈ મહોબ્બતેમાં શગુનનો રોલ નિભાવી રહેલી અનિતા હસનંદાની દર્શકોમાં ખુબ જાણીતી છે. તાજેતરમાં તેણે એક ટીવી શોમાં એક રહસ્ય પરથી પરદો ખોલ્યો હતો. આ વાતની તેના પતિને રોહિત રેડ્ડીને પણ ખબર નહોતી. અનિતાએ અભ્યાસમાં ગ્રેજ્યુએશન પુરૂ કર્યુ છે. પણ તે એક વખત નાપાસ પણ થઇ હતી. અનિતાએ ટોક શોમાં વાત કરી હતી કે તે બીજા ધોરણમાં ભણતી હતી ત્યારે નાપાસ થઇ હતી. આ બાબતે તેને આજે પણ શરમ આવે છે. શોમાં આ વાત જણાવતી વખતે તેણે પોતાનો ચહેરો કપથી ઢાંકી દીધો હતો. અનિતાની આ વાત સાંભળી પતિ પણ હસી પડ્યો હતો. કારણ કે તે અનિતાના આ રહસ્યથી અજાણ હતો.

(9:16 am IST)