Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

હું સારા કામ પર ધ્યાન કેન્દ્રીત કરવા ઇચ્છુ છું: વિદ્યા

વિદ્યા બાલન માટે વર્ષ ૨૦૧૭ સારુ રહ્યું છે. તેની ફિલ્મ તુમ્હારી સુલુ દર્શકોને ગમી હતી. વિદ્યા ગમે ત્યારે બેધડક બોલવા માટે જાણીતી છે. તેણે તાજેતરમાં કહ્યું હતું કે મારી પાસે હાલમાં બાળક માટે સમય નથી. મારી દરેક નવી ફિલ્મ એ જ મારુ બાળક છે. હાલમાં મારા વીસથી વધુ બાળકો છે.

હું હાલમાં માત્ર સારા કામ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છું. થોડા સમય પહેલા વિદ્યાને ડોકટરની વિઝીટ કરતી જોવામાં આવી હતી. આથી તે પ્રેટનન્ટ હોવાની વાતો વહેતી થઇ હતી. જો કે વિદ્યાએ આ વાતો અફવા સિવાય કંઇ જ નહિ હોવાની સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે હું નાની એવી વાત માટે ડોકટર પાસે જાઉ તો પણ તેને પ્રેગનન્સી સાથે જોડી દેવાય છે. હું બાળકો બનાવવાનું મશીન નથી. દુનિયામાં જનસંખ્યા ખુબ વધારે છે. કેટલાક લોકો બાળક ન ઇચ્છતા હોય તો એ મોટી વાત નથી. વિદ્યા બોલીવૂડની દમદાર અભિનેત્રી છે અને તેની પર્સનાલિટી પણ બીજાથી અલગ છે.

(3:37 pm IST)