Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

કિયારા ઉત્સાહિત છે આગામી ફિલ્મ માટે

અભિનેત્રી કિયારા અડવાણી હવે વરૂણ ધવન સાથેની ફિલ્મમાં જોવા મળવાની છે. જૂગ જૂગ જીયો નામની તેની આ ફિલ્મ આવતા વર્ષે ચોવીસમી જુનના રોજ રિલીઝથવાની છે. કિયાર-વરૂણની સાથે ફિલ્મમાં અનિલ કપૂર, નીતુ કપૂર, મનિષ પોલ અને પ્રજાકતા કોલી પણ મહત્વના રોલમાં છે. રાજ મહેતા નિર્દેશીત આ ફિલ્મનો પહેલો લૂક કરણ જોહરે જાહેર કર્યો હતો. જેમાં કિયારા અને વરૂણ દુલ્હા-દૂલ્હનના લૂકમાં જોવા મળ્યા હતાં. કરણે ફોટો ઇન્સ્ટાગ્રામ પર મુકીને લખ્યું હતું કે અમારી ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. અમારી સાથે ફેમિલીને સેલિબ્રેટ કરો. બીજી તરફ આ ફિલ્મને લગતી એક નાનકડી કલીપ ઇન્સ્ટાગ્રામ પર મુકીને કિયારાએ કેપ્શન આપી હતી કે અમે એક બીજાને પ્રેમ કરીએ છીએ, સાથે સેલિબ્રેટ કરીએ છીએ. આ પરિવાર હંમેશાં સાથે રહે છે. અમારી સાથે 'જુગ જુગ જિયો'ને સેલિબ્રેટ કરો. કિયારા આ ફિલ્મ માટે ખુબ જ ઉત્સાહિત છે અને તે રિલીઝ થાય તેની આતુરતાથી રાહમાં છે. વરૂણની અન્ય ફિલ્મોમાં ભેડીયા પણ સામેલ છે.

(10:24 am IST)