Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

એડલ્ટ સ્ટાર શકીલાના જીવન પર આધારિત ફિલ્મ શકીલા 25 ડિસેમ્બરે થશે રિલીઝ

 મુંબઈ: અભિનેત્રી રિચા ચઢ્ઢાની ફિલ્મ શકીલાની રિલીઝ ડેટ સામે આવી છે. શકીલા ફિલ્મ શકીલાના જીવન પર આધારિત છે, તે સાઉથની ફિલ્મ્સની એક એડલ્ટ સ્ટાર છે. આ ફિલ્મ 25 ડિસેમ્બર, 2020 ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મના અનેક પોસ્ટરો પણ રિલીઝ થયા છે. આ પોસ્ટરમાં રિચા ચઢ્ઢા લાલ રંગની સાડી પહેરીને હાથમાં બંદૂક પકડતી જોવા મળી રહી છે. તેનો લુક ખૂબ પસંદ આવી રહ્યો છે. આમાં પંકજ ત્રિપાઠી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન ઇન્દ્રજિત લંકેશ કરી રહ્યા છે. શકીલાની લોકપ્રિયતા વિશે વાત કરતાં ફિલ્મના નિર્દેશક લંકેશે મિડ-ડેને કહ્યું હતું, 'મલયાલમ ફિલ્મ સર્કિટમાં પુરુષ અભિનેતાઓનો દબદબો હતો પરંતુ જ્યારે શકીલાની ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થતાં બધાને આશ્ચર્ય થયું. દક્ષિણમાં તેની ફિલ્મો 100 દિવસ સુધી ચાલી.

(4:46 pm IST)
  • એસપી દેવભૂમિ દ્વારકાનો ચાર્જ અચાનક વિશાલ કુમાર વાઘેલા ( એસપી આઈબી ગાંધીનગર ) ને સોંપાયો છે access_time 11:26 pm IST

  • રાજય સરકારે પણ કોરોનાના ટેસ્ટના ભાવોમાં કર્યો ઘટાડો : હવે ખાનગી લેબમાં રૂ.૮૦૦માં RTPCR ટેસ્ટ થશે, ઘર બેઠા રૂ.૧૧૦૦માં થશે RTPCR ટેસ્ટ : અગાઉ લેબોરેટરીમાં રૂ.૧૫૦૦ અને ઘરબેઠા રૂ.૨૦૦૦માં કરવામાં આવતા હતા આ ટેસ્ટ access_time 1:28 pm IST

  • બોલીવુડ અભિનેતા અને ગુરદાસપુરના ભાજપના સાંસદ સની દેઓલનો હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે : રાજ્ય આરોગ્ય સચિવ : સની દેઓલ છેલ્લા મહિનાથી હિમાચલ પ્રદેશમાં હતો access_time 12:04 am IST