Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કદી નહિ બનેલી ફિલ્મનો લૂક રજૂ કર્યો અમિતાભ બચ્ચને

મુંબઇઃ બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન ૭૮ વર્ષની વયે પણ સતત સક્રિય છે. સોશિયલ મિડીયાથી તેઓ હમેંશા ચાહકો સાથે સંપર્કમાં રહે છે અને સમયાંતરે પોતાની તસ્વીરો, વિડીયો પોસ્ટ કરતાં રહે છે. હાલમાં જ તેમણે એક લૂક પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે-એક ફિલ્મ કે જે કદી બની જ નહિ...સ્ટાઇલ કરવામાં આવી, ફોટો શુટ થયું, શિર્ષક પણ અપાઇ ગયું...પરંતુ કદી બની નહિ, ખુબ નિરાશાજનક. તસ્વીરમાં અમિતાભે ડેનિમ જેકેટ સાથે કાળા ટ્રાઉઝર અને ગન સાથે દેખાઇ રહ્યા છે.

(12:49 pm IST)