Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

વરૂણ સાથે રોમાન્સ કરવાની ત્રિધા ચોૈધરીની ઇચ્છા

પ્રકાશ ઝાની વેબ સિરીઝ આશ્રમની બંને સિઝને જબરદસ્ત સફળતા મેળવી છે. વિરોધ વચ્ચે પણ આ સિરીઝને જોનારો ખુબ મોટો ચાહકવર્ગ મળ્યો છે. એમએકસ પ્લેયર પર રિલીઝ થયેલી આશ્રમની બીજી સિઝમાં અભિનેત્રી ત્રિધા ચોૈધરીએ બોબી દેઓલ સાથે અંતરંગ દ્રશ્યો પણ આપ્યા છે.  સિરીઝમાં બબીતાનો રોલ નિભાવનારી ત્રિધા મુળ બંગાળની છે. ૨૦૧૩માં તેણે બંગાળી ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી. અસલી જિંદગીમાં અત્યંત બોલ્ડ અને બ્યુટીફૂલની છાપ ધરાવતી ત્રિધાએ સ્ટાર પ્લસના ૨૦૧૬માં આવેલા શો દહેલીઝથી ટીવી પરદે શરૂઆત કરી હતી. હવે પછી તે રણબીર કપૂર અને સંજય દત્તની ફિલ્મ શમસેરામાં પણ જોવા મળવાની છે. બેન્ડિશ બેન્ડિટ સિરીઝમાં પણ તે કામ કરી ચુકી છે. તાજેતરમાં ત્રિધાએ કહ્યું હતું કે તે વરૂણ ધવન પાછળ પાગલ છે, તેની સાથે રોમાન્સ કરવાની તેની ઇચ્છા છે. વરૂણને તેણે ઇંસ્ટાગ્રામ પર મેસેજ પણ મોકલ્યો હતો. સોશિયલ મિડીયા પર ત્રિધાની એક એકથી ચડીયાતી હોટ એન્ડ બોલ્ડ તસ્વીરો ઉપલબ્ધ છે.

(9:27 am IST)