Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

ભાજપનું મિશન સાઉથ: સફળતા તરફ આગળ વધે છે : જાણીતી ‌અભિનેત્રી નમિતા ભાજપમાં જોડાયા

ભારતીય જનતા પાર્ટીએ 'મિશન સાઉથ' હેઠળ તમિલનાડુમાં ગતિવિધિઓ વધારવાની શરૂઆત કરી દીધી છે. આ કડીમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની હાજરીમાં તમિલ ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી નમિતા બીજેપીમાં સામેલ થઇ છે.

શનિવારે એકદિવસીય મુલાકાતે પહોંચેલા નડ્ડાએ અભિનેત્રી નમિતાને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું. આ સમયે મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તા હાજર હતા. અભિનેત્રી નમિતા, બિલ્લા, ઇંગ્લિશકરન, જગન મોહિની જેવી ફિલ્મોમાં પ્રમુખ ભુમિકા નિભાવી ચૂકી છે. નમિતાએ વર્ષ 2001માં મિસ સૂરતનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું.

નમિતા વર્ષ 2001માં મિસ ઇન્ડિયાની રનર અપ પણ રહી હતી. નમિતાની સાઉથમાં ફેન ફોલોવિંગ છે અને આ કારણ છે કે બીજેપી તેમના દ્વારા પોતાની હાજરી મજબૂત બનાવવા માંગે છે.

ચેન્નઇમાં થયેલ બેઠકમાં બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું કે તમે લોકોએ તમિલનાડુનું ભાગ્ય બદલવાનો નિર્ણય કરી લીધો છે. આવનારા સમયમાં બીજેપી અહીં મજબુત રાજનૈતિક પાર્ટી બનશે. આ બેઠકમાં અભિનેત્રી નમિતા પણ હાજર હતી.

(3:59 pm IST)