Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

ગઇકાલે મોડી રાત્રે હિન્‍દી ફિલ્‍મોની વિતેલા વર્ષોની સફળ અભિનેત્રી ડિમ્‍પલ કાપડીયાના માતુશ્રીનું નિધન : પરિવાર શોકમાં ડુબ્‍યો

મુંબઇ : બોલિવુડ એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયાના માતા બેટી કાપડિયાનું 30 નવેમ્બરે શનિવારે મોડી રાત્રે નિધન થયું. થોડા દિવસથી બીમારીમાં હતા અને હિંદુજા હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. એક રિપોર્ટ પ્રમાણે બેટી કાપડિયાને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.

આ પહેલા એક અફવા ઉડી હતી કે ડિમ્પલ કાપડિયા બીમાર છે. બાદમાં ડિમ્પલે સ્પષ્ટતા કરી હતી કે, તેમના મમ્મી બેટી કાપડિયા બીમાર છે. સાથે જ લોકોને તેઓ જલદી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી હતી. બેટીના લગ્ન એક ગુજરાતી વેપારી ચુનીભાઈ કાપડિયા સાથે થયા હતા.

બેટીને તેમના ચાર બાળકો છે- ડિમ્પલ, સિમ્પલ, રીમ અને મુન્ના. થોડા દિવસ પહેલા બેટી અક્ષય કુમાર, ટ્વિન્કલ ખન્ના અને પ્રદોહિત્રી નિતારા સાથે જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ બેટીએ પરિવાર અને મિત્રો સાથે લોનાવાલામાં 80મો જન્મદિવસ મનાવ્યો હતો.

(3:58 pm IST)