Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

રણબીર કપૂરની ફિલ્મ શમશેરા ફ્લોર પર

મુંબઇ:  મોખરાના અભિનેતા રણબીર કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી યશ રાજ જેવા પ્રતિષ્ઠિત બેનરની ફિલ્મ શમશેરા આજે શનિવારે ફ્લોર પર જવાની માહિતી મળી હતી.આ ફિલ્મમાં રણબીર કપૂર કાઠિયાવાડ-સૌરાષ્ટ્રના બહારવટિયા ટાઇપનો રોલ કરવાનો છે એવી જાણકારી મળી હતી. અત્યાર અગાઉ એણે સિનિયર અભિનેતા સંજય દત્તની બાયો-ફિલ્મ સંજુ કરી હતી જ સુપરહિટ નીવડી હતી. ત્યારબાદ એણે કરણ જોહરની ભારતીય સુપરહીરો ટાઇપની ફિલ્મ બ્રહ્માસ્ત્ર કરી હતી જેમાં મોખરાની અભિનેત્રી આલિયા ભટ્ટ એની સાથે હતી અને આ ફિલ્મ કરતાં કરતાં બંને વચ્ચે કૂણી લાગણી સ્થપાઇ હોવાની વાતો વહેતી થઇ હતી.યશ રાજ તરફથી શમશેરાને પિરિયડ ફેન્ટસી એક્શન ફિલ્મ તરીકે ઓળખાવાઇ હતી. આ ફિલ્મમાં વાણી કપૂર રણબીરની હીરોઇન છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં સંજય દત્ત અને રણબીર કપૂર એકમેકની સામે ચમકશે. બંને પ્રતિસ્પર્ધી કે હરીફ હોય એ પ્રકારની આ ફિલ્મની કથા છે.સદ્ગત યશ ચોપરાએ શરૃ કરેલી પરંપરા મુજબ આજે સેટ પર ફિલ્મના બધા કલાકારો હાજર રહેશે અને પહેલાં પારંપરિક પૂજા થયા બાદ ફિલ્મનો પહેલો શોટ  લેવાશે. જો કે સંજય દત્ત પહેલેથી અન્ય રોકાણમાં હોવાથી એ સેટ પર નહીં હોય.કરણ મલ્હોત્રા આ ફિલ્મના ડાયરેક્ટર છે. 

(5:49 pm IST)