Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

મી ટૂ : જૂનો ઇન્ટરવ્યુ વાયરલ થતાં મુકેશ ખન્ના ફસાયા

આ શક્તિમાન નહીં કિલવિશ છે : વીડિયોમાં મુકેશ ખન્ના મહિલાઓના ઘરથી બહાર નીકળી કામ કરવા ઉપર આપત્તિ દર્શાવતા નજરે પડ્યા હતા

મુંબઈ, તા. ૧ : મહાભારતમાં ભિષ્મ પિતામહ અને સુપર પાવર બેઝ્ડ શક્તિમાનથી ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવનાર મુકેશ ખન્ના હાલમાં તેમનાં વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં છે. મુકેશ ખન્નાનાં જુના એક ઇન્ટરવ્યૂની ક્લિપ ઝડપથી વાયરલ થઇ રહી છે જેમાં તે મીટૂ મૂવમેન્ટ પર તેનાં વિચારો મુકતો નજર આવે છે. વાયરલ વીડિયોમાં મુકેશ ખન્ના મહિલાઓનાં ઘરની બહાર નીકળીને કામ કરવાં પર આપત્તિ જતાવતા નજર આવે છે. અને પુરૂષો અને મહિલાઓનાં કામ પર પોતાનો મત જણાવે છે. આ વીડિયોને લઇને હવે મુકેશ ખન્ના ટ્રોલર્સનાં નિશાને ચડી ગયા છે. સોશિયલ મીડિયા દ્વારા લોકો મુકેશ ખન્નાની મહિલાઓ પ્રત્યેની વિચારશરણી પર નારાજગી વ્યક્ત કરે છે. કેટલાંક યૂઝર્સ ટ્વિટર પર મુકેશ ખન્નાને એમ કહીને ટ્રોલ કરે છે કે, તે શક્તિમાન નથી, પણ કિલવિશ છે.

વીડિયોમાં મુકેશ ખન્ના કહે છે કે, 'પુરુષ અલગ હોય છે અને મહિલા અલગ હોય છે. મહિલાની રચના અલગ હોય છે અને પુરૂષની રચના અલગ હોય છે. મહિલાનું કામ હોય છે ઘર સંભાળવું, જો માફ કરજો હું ક્યારેક ક્યારેક બોલી જાઉ છું કે, પ્રોબ્લમ ક્યાંથી શરૂ થઇ છે મી ટૂની, જ્યારથી મહિલાઓએ કામ કરવાનું શરૂ કર્યું, આજે મહિલાઓ પુરુષોનાં ખભાથી ખભો મેળવીને વાત કરે છે.'

'લોકો વૂમન લિવની વાત કરશે, પણ હું આપને જણાવું છુ કે, પ્રોબ્લમ અહીંથી શરૂ થાય છે. સૌથી પહેલાં જે મેમ્બર યાતના વેઠે છે તે ઘરનું બાળક હોય છે. જેને માતા નથી મળતી. આયાની સાથે બેસીને ક્યોકી સાસ ભી કભી બહૂ.. જોતું રહે છે.. તે જ્યારથી શરૂઆત થઇ તેની વચ્ચે આ શરૂઆત થઇ કે હું પણ તે કામ કરીશ, જે એક પુરૂષ કરે છે, નહીં, પુરુષ, પુરૂષ છે.. મહિલા, મહિલા છે..' જોકે, આ વીડિયો વાયરલ થયા બાદ મુકેશ ખન્નાએ તેમનાં ઇન્ટરવ્યૂનો આખો વીડિયો પણ શેર કર્યો છે.

(8:31 pm IST)