Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

સાથ નિભાના સાથિયા-૨: ગોપી અને અહમે પણ શો છોડી દીધો

સ્ટોરી નવેમ્બરમાં બદલાઈ જશે : ત્રણેય એક્ટર્સ નવેમ્બરના મધ્યમાં શોને અલવિદા કહી દેશે : શોને ગહના-અનંતના રોલ સાથે આગળ વધારાશે

અમદાવાદ, તા. ૬ : પોપ્યુલર ટીવી શો સાથ નિભાના સાથિયાની બીજી સીઝન પણ દર્શકોને પસંદ આવી રહી છે. ટીઆરપી ચાર્ટમાં આ શો ત્રીજા નંબર પર છે. ૧૯ ઓક્ટોબરે ઓન એર થયેલા પહેલા એપિસોડ પછીથી જ શો ટીઆરપી ચાર્ટમાં ત્રીજા નંબરે છે પણ હવે શોના ફેન્સ માટે ખરાબ સમાચાર છે કારણકે શોમાંથી માત્ર કોકિલાબેન ઉર્ફ રૂપલ પટેલ જ વિદાય નથી લઇ રહી. પણ શોમાંથી ગોપી અને અહમ પણ જઇ રહ્યાં છે. સોર્સિસ મુજબ દેવોલિના અને નાઝીમ પણ શો છોડી રહ્યા છે.

હાલમાં જ આવેલા સ્પોટબોયના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રૂપલ પટેલની જેમ દેવોલિના અને નાઝીમે પણ થોડા જ એપિસોડ સાઈન કર્યા હતા. ત્રણેય એક્ટર્સ નવેમ્બરના મધ્યમાં શોને અલવિદા કહી દેશે અને ત્યારબાદ શોને ગહના (સ્નેહા જૈન) અને અનંતના રોલ સાથે આગળ વધારવામાં આવશે.

આ સિવાય સમાચાર છે કે શોની પોપ્યુલારિટીને જોઈને મેકર્સ હાલ રૂપલ પટેલના રોલને આગળ વધારવાની તૈયારીમાં છે જેના માટે વાતચીત ચાલી રહી છે. રૂપલે માત્ર ૨૦ એપિસોડ જ સાઈન કર્યા હતા. ગોપી અને અહમના રોલની પણ વિદાય થવાની છે તેનાથી દર્શકો નિરાશ થઇ શકે છે. ખબર તો એવી પણ છે કે મેકર્સ ત્રણેયને શોમાં કાયમ રાખવામાં માટે મનાવી રહ્યા છે.

મ્છઇઝ્રના ્ઇઁ રિપોર્ટમાં આ અઠવાડિયે પણ 'સાથ નિભાના સાથિયા ૨' શો ત્રીજા નંબરે છે. પહેલા નંબરે 'અનુપમા' શો છે જે સતત બે અઠવાડિયાથી નંબર વનની પોઝિશન પર છે. બીજા નંબરે 'કુંડલી ભાગ્ય' છે. ત્રીજા નંબરે 'સાથ નિભાના સાથિયા ૨' છે અને તે બાદ ચોથા નંબર પર 'કુમકુમ ભાગ્ય' છે. હાલમાં જ શરૂ થયેલ શો 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' ્ઇઁની રેસમાં પાંચમું સ્થાન મેળવ્યું છે.

(8:31 pm IST)