Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

આલિયા ફિલ્મ ગંગુભાઈમાં તેની ઓપીજીત હશે માચોમેન ઋત્વિક રોશન

મુંબઈ:ફિલ્મ વોરની સફળતા પછી હતિક રોશન હવે સંજય ભણશાલીના આગામી પ્રોજેક્ટ ગંગુબાઇ કાઠિયાવાડીમાં કામ કરે તેવી શક્યતા છે. કહેવાય છે કે ભણશાલીએ આ ફિલ્મ માટે હૃતિકનો સંપર્ક કર્યો છે. ભણશાલીએ તાજેતરમાં બે મોટા પ્રોજેક્ટની ઘોષણા કરી છે. જે ગંગુબાઇ કાઠિયાવાડી અને બૈજુ બાવરા  છે. હવે આ બન્ને ફિલ્મોને લઇને સ્ટારકાસ્ટ વિશે ચર્ચા થવા લાગી છે. અત્યાર  સુધીમાં  ગંગુબાઇમાં આલિયા ભટ્ટના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.પરંતુ તેની ઓપોઝિટ ક્યો અભિનેતા હશે તેની કોઇ માહિતી આપવામા આવી નથી. પરંતુ મળેલી બાતમીને સાચી માનીએ તો ભણશાલીએ ગંગુબાઇ કાઠિયાવાડી ફિલ્મમાં હાજી મસ્તાનના પાત્ર માટે હૃતિક રોશનનો સંપર્ક કર્યો છે. જોકેપહેલા એવી વાત હતી કે આ ફિલ્ના ડોનના પાત્રમાં અજય દેવગણ જોવા મળવાનો છે. જો આલિયા અને હૃતિક સાથે કામ કરવાના છે વાત સાચી પડે તો, આ જોડી પ્રથમ વખત રૂપેરી પડદે સાથે જોવા મળશે. જોકે હૃતિકે ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી છે, પરંતુ હજી તેમાં કામ કરવાની તૈયારી દાખવી નથી. આ ફિલ્મ હુસૈન જૈદીના માફિયા કમાઠી પુરા પુસ્તક પર આધારિત છે. જેમાં ગંગુબાઇ એક રુટણખાનાની માલિકણ હોય છે. સાથેસાથે તે ડ્રગ્સ અને મર્ડર માટે સુપારી લેવા જેવા કામો સાથે પણ સંકળાયેલી હોય છે.

(5:17 pm IST)