Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

આમિર ખાનની મમ્મીએ 'લાલ સિંહ ચઢ્ઢા'ને પહેલી ક્લૅપ આપી

આ ફિલ્મ ૧૯૯૪માં આવેલી હૉલીવુડની 'ફૉરેસ્ટ ગમ્પ'ની હિન્દી રીમેક

મુંબઈ : બોલીવુડના પરફેક્ટનિસ્ટ મનાતા અભિનેતા આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા'ના શૂટિંગની શરૂઆત કરતાં તેની મમ્મી ઝીનત હુસેને ફર્સ્ટ ક્લૅપ આપી છે. આ ફિલ્મ ૧૯૯૪માં આવેલી હૉલીવુડની 'ફૉરેસ્ટ ગમ્પ'ની હિન્દી રીમેક છે. આ ફિલ્મનું ફર્સ્ટ શેડ્યુલ મુંબઈમાં શૂટ થવાનું છે

 . આ ફિલ્મમાં કરીના કપૂર ખાન પણ અગત્યની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ માટે આમિરે વીસ કિલો વજન પણ ઘટાડ્યું છે.સાથે પોતાના સરદાર લુક માટે દાઢી પણ વધારી છે. મુંબઈ બાદ ઉત્તર ભારત, દિલ્હી અને પંજાબમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. ફિલ્મમાં ભારતના ઇતિહાસ પર પ્રકાશ પાડવામાં આવશે.

(11:52 am IST)