Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

કવિતા કૌશિકની પહેલી વેબ સિરીઝ કોબવેબ

લાંબા સમયથી ટીવી પરદેથી ગાયબ થઈ ગયેલી અને સબ ટીવીની એફઆઇઆર સિરિયલથી જાણીતી બનેલી અભિનેત્રી કવિતા કૌશિક હવે વેબ-સિરીઝથી કમબેક કરશે. કવિતાએ કોબવેબ નામની વેબ સિરીઝ સાઇન કરી છે.  આ સસ્પેન્સ-થ્રીલર શો છે. એક ઘરમાં અચાનક જ રહસ્યમય ઘટનાઓ દ્યટવી શરૂ થઈ જાય છે, આ ઘટનાઓ મુજબની ઘટનાઓ બહાર પણ બને છે. કવિતા કૌશિકનું આ ઘર છે અને તેની સાથે જ આવી અજાયબ વાતો બની રહી છે. આ વેબ સિરીઝનું અત્યારે અમદાવાદમાં શુટીંગ ચાલી રહ્યું છે. ચૌધરી ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડના નિર્માણ હેઠળ બની રહેલી કોબવેબ સિરીઝમાં કવિતા કૌશિક સાથે હિન્દી અને મરાઠી ફિલ્મો નાટકો તથા સિરિયલો કરી ચૂકેલા મકરંદ દેશપાંડે અને મુન્નાભાઈ એમબીબીએસ ફેઇમ રૂસ્તમ પાવરી બનેલા કૃષ  દેબુ છે. મકરંદ દેશપાંડે આ પહેલાં ઇરોઝની વેબસિરીઝમાં અને કૃષ ઝીફાઇવની વેબ સિરીઝમાં કામ કરી ચુકયા છે. જયારે કવિતા કૌશિકની આ પહેલી વેબ સિરીઝ છે.

(10:26 am IST)