Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ડાયેટીંગમાં વિશ્વાસ નથી પૂજા હેગડેને

બોલિવુડ અને ટોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પુજા હેગડેની હાઉસફૂલ-૪ રિલીઝ થઇ ગઇ છે. હવે તે ત્રણ તેલુગુ ફિલ્મોનું કામ હાથ પર લેશે સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૂજા સારી નામના ધરાવે છે. કોમેડી ફિલ્મ હાઉસફુલ-૪ થકી પૂજા હેગડે આશરે ચાર વર્ષના લાંબા ગાળા બાદ બોલિવુડની કોઇ ફિલ્મમાં જોવા મળી છે. આ ફિલ્મ માટે પૂજાએ પણ બીજા કલાકારોની સાથે ખુબ જ મહેનત કરી છે. હાઉસફૂલ-૪માં સ્થાન મળતાં તે અત્યંત ખુશ છે મારા માટે આ ખુબ સારી બાબત છે. હાઉસફૂલ સિરીઝની તમામ ફિલ્મો હિટ નીવડી છે. આ ફિલ્મમાં મને અક્ષય કુમાર સહિતના કલાકારો સાથે કામ કરવાની તક મળી તે પણ મોટી વાત છે. પૂજા પોતાની ફિટનેસને પણ સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. તે સવારે ચાર વાગે ઉઠી જાય છે અને ફિટનેસને લઇને વ્યસ્ત બની જાય છે. તેનુ કહેવુ છે કે તેના ડાયેટમાં માત્ર ઘરની ચીજો હોય છે.  તે ડાયટિંગમાં વિશ્વાસ કરતી નથી, માત્ર જંક ફૂડથી દુર રહે છે. પરંતુ આ ફિલ્મ ફલોપ નિવડી હતી. એ પછી ચાર વર્ષ બાદ પૂજા ફરીથી હિન્દી ફિલ્મમાં આવી છે. તે હવે પછી ત્રણ તેલુગુ ફિલ્મના કામમાં વ્યસ્ત બની જશે.

(10:26 am IST)