Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

ગોવિંદાએ કર્યા સલમાન ખાનના વખાણ ' ખુબ સારા મનનો વ્યક્તિ છે'

મુંબઈ: બૉલીવુડ એક્ટર ગોવિંદાએ દબંગ સ્ટાર સલમાન ખાનના વખાણ કરતા કહ્યું કે તે ખુબ સારા મનનો વ્યક્તિ છે અને હું તેનું ખુબ સન્માન કરું છું. સલમાન સાથે ગોવિંદાએ ફિલ્મ 'પાર્ટનર' તથા સલામે ઈશ્કમાં કામ કર્યું છે. ગોવિંદાએ કહ્યું કે સલમાન ખુબ સારો વ્યક્તિ છે અને તેની સાથે કામ કરવાનું મને ખુબ ગમે છે. સલમાન ખાન પર ક્યારે સ્ટારડમ જોવ મળ્યું નથી આજે પણ સલમાન મારી સાથે ખુબ પ્યારથી મળે છે અને સન્માન આપે છે.

(3:49 pm IST)