Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

જ્હાન્વી કપૂરને મળી ત્રીજી ફિલ્મ

જ્હાન્વી કપૂરે ધડક ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી લીધા પછી તેને કરણ જોહરની બીજી મોટી ફિલ્મ પણ મળી ચુકી છે. ઐતિહાસિક વિષય પરની આ ફિલ્મ 'તખ્ત'માં અનેક મોટા સ્ટાર છે. હવે જ્હાન્વીને ત્રીજી ફિલ્મ પણ મળી ગઇ છે. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર જ કરશે. જ્યારે નિર્દેશનનું કામ કરણે શશાંકને સોંપ્યું છે. ફિલ્મની કહાનીનું કામ ચાલી રહ્યું છે. જ્હાન્વી સાથે આ ફિલ્મમાં વરૂણ ધવનને લેવાનું નક્કી થયું છે. વરૂણે અત્યાર સુધીની જે ફિલ્મો કરી છે તેમાંથી એકાદ-બે બાદ કરતાં તમામ હિટ સાબિત થઇ છે. કરણ અને શશાંકની આ ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ પુરૂ થયે વાત આગળ વધશે. જ્હાન્વી એકશન કરતી પણ જોવા મળશે. તખ્તમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, અનિલ કપૂર, ભૂમિ પેડનેકર, વિક્કી કોૈશલ, માધુરી દિક્ષીત જેવા કલાકારો છે.

(9:29 am IST)