Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

'લુકાછુપી'ની સીકવલ માટે ફાઇનલ થઇ કાર્તિક-કૃતિની જોડી

મુંબઈ: કાર્તિક આર્યન અને ક્રિતિ સેનોનની જોડી ફરી એક વખત બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. તેઓના નામ 'લુકાછુપી'ની  સીકવલ માટે ફાઇનલ થઇ ગયો છે.નિર્માતા દિનેશ વિઝને જણાવ્યું હતુ કે, '' આ ફિલ્મની વાર્તા પર કામ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મના પતિ-પત્નીએ છૂટાછેડા લીધા હોય છે, પરંતુ તેમના પરિવારથી આ વાત છુપાવી રાખી છે. તેથી જ્યારે પરિવાર સામે આયુગલ આવે ત્યારે જે સ્થિતિ સર્જાય છેએ ખરેખર હસાવીને લોથપોથ કરી નાખશે.'' નિર્માતાએ વધુમાં જણાવ્યું હતુ કે, '' ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ શરૂ થઇ ગયું છે, પરંતુ તેને પૂરી કરતા અમને એક વરસ લાગશે. આ બાદ જ અમે ફિલ્મ બાબત આગળ વિચારશું. અમે મૂળ ફિલ્મના કલાકારોને જ લેવાના પ્રયાસ કરવાના છીએ.  આ ફિલ્મ અમારે મોટા પાયે બનાવવી છે. આ સિકવલ પહેલા કાર્તિક અને ક્રિતી 'પતિ, પત્ની ઔર વો'માં પણ જોવા મળશે. જોકે આ ફિલ્મમાં બન્ને નાનકડા રોલમાં હશે.

(5:42 pm IST)