Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

સોનમ કપૂરની કઝીન શનાયા કપૂરનો બેલી ડાન્સનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી: બોલિવૂડ નિર્માતા નિર્દેશક સંજય કપૂર અને મહીપ કપૂરની પુત્રી અને બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરની કઝીન શનાયા કપૂર છાશવારે પોતાની તસવીરોથી સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. અનન્યા પાંડે અને સુહાના ખાનની બાળપણની ફ્રેન્ડ એવી રૂપકડી છે કે તેને જોઈને દરેક જણ મોહી જાય. હવે આ શનાયા કપૂરનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

હાલમાં જ શનાયા કપૂરની માતાએ તેનો પહેલો ફોટોશૂટ શેર કર્યો હતો. જે ખુબ ચર્ચામાં હતો. આ ફોટોશૂટ બાદથી શનાયા કપૂરના તમામ ફેન્સને તેના બોલિવૂડ ડેબ્યુનો ઈન્તેજાર છે. શનાયાનો હાલ એક બેલી ડાન્સનો વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો જે જુએ તે શનાયાના વખાણ કરે છે.

આ વીડિયોની વાત કરીએ તો તેમાં શનાયા બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. અહીં શનાયાના ડાન્સ મૂવ્ઝ કોઈ પ્રોફેશનલ ડાન્સરથી જરાય કમ નથી. કહી શકાય કે બોલિવૂડ ડેબ્યુ અગાઉ શનાયાએ સારી એવી તૈયારી કરી છે.

આ વીડિયોમાં શનાયાના બેલી ડાન્સ ટીચર સંજના મુથરેજાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. લોકો આ વીડિયો જોઈને શનાયાના ખુબ વખાણ કરી રહ્યાં છે.

(4:58 pm IST)