Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

બોલિવૂડ એકશન હીરો ટાઇગર શ્રોફે આગામી ફિલ્મ વોરમાં એકશન સિક્વેન્સ માટે ૧૦૦ ઘરોની છતો દ્વારા પાર્કોર એકશનનું ઇટલીમાં શુટિંગ કર્યું

નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફ હાલ પોતાની આગામી ફિલ્મ વોર (War)ને લઇને ચર્ચામાં છે. પરંતુ આ ફિલ્મની રિલીઝ પહેલાં જ ટાઇગર શ્રોફનું એક મોટું કારનામું સામે આવ્યું છે.

બોલીવુડ એક્શન હીરો ટાઇગર શ્રોફે આગામી ફિલ્મ 'વોર'માં એક એક્શન સીકવેન્સ માટે 100 ઘરોની છતો દ્વારા પાર્કોર એક્શન (એક એકશન, જેમાં એક છત પરથી બીજી છત પર કૂદવું પડે છે) કરી છે. આ દ્વશ્ય ઇટલીમાં શૂટ કરવામાં આવ્યું છે.

ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ આનંદે કહ્યું કે ભારતમાં ટાઇગરથી સારો પાર્કોર કોઇ ન કરી શકે. આનંદે કહ્યું કે ''ભારતમાં કોઇ એવું નથી કે જે ટાઇગરથી સારો પાર્કોર કરે. અમે તેમના કૌશલને ઉજાગર કરવા માંગતા હતા, જેથી અમે 'વોર'માં તેને સારી રીતે દર્શાવ્યું છે.

પાર્કોર સેનામાં ટ્રેનિંગ દરમિયાન આપવામાં આવનાર અનુશાસનાત્મક ક્રિયા છે. તેના અંતગર્ત દોડ, ચઢાણ, ફરીને કૂદવું, છલાંગ લગાવવી, રોલિંગ, પ્લાઇઓમેટ્રિક્સ જેવા ઘણા કાર્ય હોય છે. ટાઇગરે દક્ષિણ ઇટલીના મટેરામાં 100 ઘરો પરથી પાર્કોર કર્યું છે.

(4:57 pm IST)