Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ડર ખતમ થઇ ગયો છેઃ શમા સિકંદર

ટીવી અભિનેત્રી શમા સિકંદર સોળ વર્ષની ઉમરથી જ બોલીવૂડમાં આવી ગઇ હતી. ફિરોઝ ખાનની ફિલ્મ પ્રેમ અગનથી તેણે કારકિર્દી શરૂ કરી હતી. અડધો ડઝન ફિલ્મો કર્યા પછી તે ટીવી પરદે આવી હતી. અહિ યે મેરી લાઇફ હૈ, બાલવીર સહિતના શો કર્યા હતાં. શમા અભિનય ઉપરાંત સોશિયલ મિડીયા પર બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. ટીવી અને વેબ સિરીઝ કર્યા પછી હવે તે ફરીથી બોલીવૂડમાં આવી છે. હાલમાં તે બાયપાસ રોડ અને ટિપ્સી જેવી ફિલ્મો કરી રહી છે. શમા કહે છે ટીવી સિરીયલો અને વેબ સિરીઝ કર્યાપછી હું મારી જાતને ફરીથી મોટા પરદે જોવા માટે ઉત્સુક હતી. હાલમાં બે ફિલ્મોનું કામ ચાલી રહ્યું છે અને આ કામથી હું અત્યંત ખુશ છું. કારકિર્દીમાં શમાએ અનેક ઉતાર-ચઢાવ જોયા છે. શમા કહે છે મેં જિંદગીમાં અને એવા અનુભવ કર્યા છે જેનાથી મારી જિંદગી બદલાઇ ગઇ છે અને મારી અંદરનો ડર એકદમ ખતમ થઇ ગયો છે. શમાએ સ્ટાઇલ આઇકન ઓફ ધ યર એવોર્ડ પણ જીત્યો હતો. શમાએ અમેરિકી બિઝનેસમેન સાથે સગાઇ કરી છે. હમણા લગ્ન કરવા ઇચ્છતી નથી.

(10:32 am IST)