Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ચાર હિટ છતાં નુસરત પાસે એક જ ફિલ્મ

બોલીવૂડમાં એક હિટ ફિલ્મ જે કોઇ હીરો કે હિરોઇન આપે તેની પાછળ નિર્માતા-નિર્દેશકોની લાઇન લાગવા માંડે છે. આ કારણે જે તે કલાકારને ભરપુર કામ અને દામ મળવા માંડે છે. પણ નુસરત ભરૂચા એવી અભિનેત્રી છે જેણે બોલીવૂડમાં સતત ચાર-ચાર સુપરહિટ ફિલ્મો આપી હોવા છતાં હાલમાં તેના હાથ ખાલી છે. ૨૦૧૧માં પ્યાર કા પંચનામા જેવી સફળ ફિલ્મ આપી નુસરતે ઓળખ ઉભી કરી હતી. એ પછી તેને વધુ ફિલ્મો મળી નહોતી. ૨૦૧૫માં પ્યાર કા પંચનામા-૨ આવી હતી. જેમાં હીરો કાર્તિક હતો. તે સફળતાની સીડી ચડી ગયો, પણ નુસરત ત્યાંથી ત્યાં જ રહી ગઇ. ૨૦૧૮માં સોનૂ કે ટીટૂ કી સ્વીટી આવી. આ ફિલ્મ પણ સુપરહિટ રહી. તેનો થોડો ઘણો ફાયદો નુસરતને થયો. એ પછી તેને ડ્રીમગર્લ મળી. આ ફિલ્મ પણ હિટ રહી, પણ મોટા ભાગની ક્રેડિટ આયુષ્યમાન લઇ ગયો. નુસરતની લગભગ કોઇ ચર્ચા પણ કરતું નથી. હાલમાં નુસરત પાસે એક માત્ર ફિલ્મ તુરમ ખાન જેવી ફિલ્મ છે. કોઇ મોટા બેનર કે જાણીતા સ્ટારની ફિલ્મોથી તે દુર છે.

(10:30 am IST)