Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

દોસ્તાનાની સિક્વલમાં કામ કરશે રાજકુમાર રાવ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા રાજકુમાર રાવ પોતાન સાદગીભર્યા અભિનયથી લોકોના દિલમાં ખુબ જલ્દીથી સમાય ગયા છે. તાજેતરમાં એવી માહિતી મળી છે કે રાજકુમાર રાવ સુપરહિટ ફીલ દોસ્તાનાની સિક્વલમાં કામ કરશે. ફિલ્મકાર કરણ જોહરે વર્ષ 2008માં ફિલ્મ દોસ્તના બનાવી હતી જેનું નિર્દેશન તરુણ મનસુખાણીએ કર્યું અને અભિષેક બચ્ચન, પ્રિયંકા ચોપરા અને જોન અબ્રાહમ લીડમાં કામ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી કરણ ફિલ્મની સિક્વલ બનાવવાની તૈયરી કરી રહ્યા છે. અને હવે એવી માહિતી મળી કે રાજકુમાર રાવ ફિલ્મની સિક્વલમાં કામ કરવા માટે તૈયર છે. જો કે રાજકુમાર રાવ સાથે બીજા ક્યાં કલાકરો હશે તેની માહિતી નથી મળી.

(4:26 pm IST)