Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

દીપિકા પાદુકોણ હવે કરશે ફિલ્મ નિર્માણનું કાર્ય: મેઘના ગુલઝાર સાથે બનવસે ફિલ્મ

મુંબઈ: દીપિકા પદુકોણ છેલ્લા કેટલાય સમયથી રણવીર સિંહ સાથેના લગ્ન બાબતે ચર્ચામાં છે. પરંતુ વખતે તે નિર્માણ ક્ષેત્રે કારકિર્દી શરૂ કરીરહી હોવાની વાત આવી છે. દીપિકા અને રણવીરે પોતાના લગ્ન હાલ પૂરતા ટાળ્યા છે. તે અભિનયની સાથેસાથે પ્રોડકશન હાઉસ શરૂ કરવાનું વિચારી રહી છે.તે પોતાના બેનર હેઠળ મેઘના ગુલઝાર સાથે મળીને ફિલ્મ બનાવે તેવી શક્યતા છે. મુદ્દાની નજીક રહેલા સૂત્રે જણાવ્યું હતું કે, '' દીપિકા પદુકોણ હાલ પોતાના પ્રોડકશન હાઉસ પ્રત્યે ગંભીરતાથી ધ્યાન આપી રહી છે. તે આવતા વરસની ફેબુ્રઆરીમાં મેઘના ગુલઝાર સાથે મળીને એક ફિલ્મ નિર્માણ કરશે. ફિલ્મ મહિલા પ્રધાન ફિલ્મ હશે જે ભારતની મહિલા પરજ આધારિત હશે.''જોકે એક અફવા એવી છે કે, એસિડનો ભોગ બનનારી મહિલા લક્ષ્મી પર ફિલ્મ આધારિત હશે. તેણે નવ-નવ સર્જરી કરાવવી પડી હતી અને હિંમતથી દુઃખદ ઘટનાનો સામનો કર્યો છે. જોકે દીપિકાએ ફિલ્મ બાબત કોઇ સ્પષ્ટતા કરી નથી.

(4:26 pm IST)