Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

અલીશા ખાને એક્સ હસબન્ડ પર લગાવ્યો આ ગંભીર આરોપ

મુંબઈ: અભિનેત્રી અલીશા ખાન પોતાના એક્સ હસબન્ડ અને ફિલ્મ પ્રોડ્યુસર લવ કપૂર સાથેનાં વિવાદ બાદ ફરી ચર્ચામાં છે. અલીશાએ એકવાર ફરી પોતાના પૂર્વ પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. અલિશાએ કહ્યું કે બે વર્ષ બાદ ફરી તેનો પૂર્વ પતિ લવ કપૂર તેનો સંપર્ક કરીને તેને બ્લેકમેલ કરવાનાં પ્રયત્ન કરી રહ્યો છે.અલીશાએ પોતાના પૂર્વ પતિ પર અશ્લિલ વિડીયો વાયરલ કરવાનો આરોપ લગાવ્યો છે. અલીશાએ જણાવ્યું કે તેના પતિ લવ કપૂરે નશીલો પદાર્થ ખવરાવીને વિડીયો બનાવ્યો હતો. હવે તેને વાયરલ કરવાની ધમકી આપીને પરેશાન કરી રહ્યો છે. મામલે એસએસપી વૈભવ કૃષ્ણએ તપાસનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અલીશા ગાઝિયાબાદને વસાવનાર નવાબ ગાજીઉદ્દીનની વંશજ છે. તે બોલીવુડ ફિલ્મમાઇ હસબન્ડ્સ વાઇફઅનેડર્ટી ડાન્સરમાં એક્ટિંગ કરી ચુકી છે. અંદાજે 8 વર્ષ પહેલા મુંબઈમાં ફિલ્મફેર એવોર્ડ દરમિયાન તેની મુલાકાત લવ કુમાર સાથે થઈ હતી. અલીશાએ જણાવ્યું કે પૂર્વ પતિએ પ્રોડ્યુસર બનીને તેની મુલાકાત કરી હતી. અલીશાએબિગ બૉસમાં જવા માટે 17 જૂન 2016નાં રોજ એક મંદિરમાં લવ સાથે લગ્ન કરી લીધા હતા. સાથે મેરેજ રજિસ્ટર પણ કરાવી દીધા હતા. ત્યારબાદ લવ અલીશા સાથે ઘણા શહેરો ફર્યો હતો અને ત્યારબાદ તેને છોડી મુકી હતી. અલીશાએ કહ્યું કે તેણે ત્યારે તલાક લઇ લીધા હતા.

(4:23 pm IST)