Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

OMG : આ ફિલ્મના આઠ મિનિટના સીન માટે ખર્ચ થયા ૫૪ કરોડ રૂપિયા

ફિલ્મનું પુરૃં બજેટ ૨૦૦ કરોડનું

ચેન્નાઇ તા. ૧ : સાઉથના સુપરસ્ટાર ચિરજીવી કોણ નહીં ઓળખતુ હોય. તેમની ફિલ્મોમાં એક એકશન ભરેલી હોય છે. હવે તે ખૂબ જ ટૂંક સમયમાં વધુ એક ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ છે 'સયે રા નરસિમ રેડ્ડી'. આ ફિલ્મ તેમના બજેટને લઇને કંઈક વધારે ચર્ચામાં છે, જેને જાણ્યા બાદ તમે પણ વિચારવા મજબૂર થઇ જશો.

ચિરંજવીની આવનારી ફિલ્મ 'સયે રા નરસિમ રેડ્ડી' ખૂબ જ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે, પરંતુ આ ફિલ્મમાં લાગેલા બજેટ અંગે તે વધારે ચર્ચામાં છે. જોકે, આ ફિલ્મ તેમના પુત્ર રામચરણ તેજી પ્રોડ્યુસ કરી રહ્યા છે. આમાં તેઓ આ ફિલ્મને હિટ કરાવવા માટે એક મોટી રકમ ખર્ચ કરી રહ્યા છે. ફિલ્મનું પૂરું બજેટ ૨૦૦ કરોડનું છે, પરંતુ તમે જાણી શકો છો કે આ ફિલ્મની માત્ર ૮ મિનિટના શિન પર ૫૪ કરોડ રૂપિયાનો ખર્ચ થયા હોય. આ ફિલ્મનું શૂટિંગ આ સમયે જયોર્જિયામાં થઈ રહ્યું છે. જયાં વોર સીન ફિલ્માવવામાં આવી રહ્યુ છે. આ સીન ફિલ્મના કલાઇમેકસમાં બતાવવામા આવશે. તેમાં જે રીતે ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમાં લગભગ ૫૪ કરોડ રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે.

ચિરજીવીની આ ફિલ્મ માટે હૈદરાબાદથી લગભગ ૧૫૦ લોકો ક્રુ જયોર્જિયા ગયા છે. સાથે હજારો કોસ્ટ્યુમ સાથે લઇ ગયા છે. આ ૧૫૦ લોકો ઉપરાંત તેમાં ૬૦૦ સ્થાનિક કલાકારો પણ હાયર કરવામાં આવ્યા છે.

(4:03 pm IST)