Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

જેઠાલાલ અને બબીતાજીની જોડીની ડાન્સની જમાવટ

લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં હાલમાં ઉજવણીનો માહોલ છે. ડોકટર હાથી પણ પાછા આવી ગયા છે, તેઓ સાથે ગણપતિ બાપ્પાને પણ લાવ્યા હતાં. આ ખુશીની ઘડીમાં ગોકુલધામમાં ટપુસેનાના પ્લાન મુજબ રંગારંગ કાર્યક્રમ યોજાયો છે. પણ સોૈથી વધુ મજા જેઠાલાલ લુંટી રહ્યા છે. તેને તો જાણે લોટરી લાગી હોય તેવો માહોલ છે. કેમ કે જેઠાલાલને બબીતાજી સાથે ડાન્સ કરવાની તક મળી ગઇ છે. સ્ટેજ પર જેઠાલાલ અને બબીતાજીએ  'તુને મારી એન્ટ્રીયા તો દિલ મેં બજી ઘંટીયા' ગીત પર ડાન્સ કર્યો છે. ઐયરને સ્ટેજ પર ડાન્સ કરવા માટે પોપટલાલ પાર્ટનર તરીકે મળ્યા છે. આ શોનું પ્રસારણ આજે પહેલી ઓકટોબરે અને આવતીકાલે બીજી ઓકટોબરે સાંજે સાડા આઠે થવાનું છે.

(10:04 am IST)