Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

શાહરૂખ ખાનની ખુબ જ કદર કરે છે અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માની ફિલ્મ સુઇ ધાગા રિલીઝ થઇ ચુકી છે. શાહરૂખ ખાન સાથે રબ ને બના દી જોડી ફિલ્મથી કારકિર્દી શરૂ કરનાર અનુષ્કાએ એ પછી શાહરૂખ સાથે જબ તક હૈ જાન અને જબ હેૈરી મેટ સેજલમાં પણ કામ કર્યુ હતું. હવે ફરીથી તે તેની સાથે ફિલ્મ ઝીરોમાં કામ કરી રહી છે. અનુષ્કા કહે છે મને લાગે છે કે મારી જિંદગીમાં શાહરૂખ એવી વ્યકિત છે જેની હું ખુબ જ કદર કરુ છું. તે મારી સાથે પહેલી ફિલ્મથી જ ખુબ જ નરમ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષમાં એક વ્યકિત તરીકે પણ તેનામાં અનેક બદલાવ આવ્યા છે. પહેલી ફિલ્મમાં હું શાહરૂખથી ડરતી હતી. પણ આજે ઘણુ બદલાઇ ગયું છે. તેણે કહ્યું હતું કે મારે ડરવાની જરૂર નથી, હું તેની સાથે ખુબ જ સહજતાથી વાત કરી શકુ છું. ઝીરોમાં કેટરીના કૈફ પણ મહત્વના રોલમાં છે.

(10:03 am IST)